ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે.. સાથે સાથે જે લોકોના મોત થયા છે તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. આ મોતનો આંકડો વધી પણ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકોની તબિયત બગડી
તમિલનાડુથી ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કલ્લાકુરિચી જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 60 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોની તબિયત લથડી ગઈ છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. લોકોની તબિયત ખરાબ થવાને કારણે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને આ મામલે સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
ઘટનાને પગલે લેવાયા આ પગલા
મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલાના આરોપીને ઝડપી પાડ્યો છે. કાર્યવાહીના રૂપમાં દારૂ વેચનારની ધરપકડ કરી લીધી છે તેમજ અનેક લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી દીધા છે તેમજ જિલ્લા કલેક્ટરની બદલી પણ કરી લીધી છે. આ મામલે મૃતકોનો આંકડો હજી વધવાની સંભાવના છે. મહત્વનું છે કે મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીધા બાદ મૃતકોની તબિયત બગડી, પેટમાં દુખાવો થયો ઉપરાંત બેભાન થઈ ગયા.
રાજ્યપાલ દ્વારા પ્રગટ કરવામાં આવ્યો શોક
મહત્વનું છે કે અનેક વખત લઠ્ઠાકાંડ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે. એવી માહિતી સામે આવી છે કે દારૂમાં મિથેન હતું. રાજ્યપાલ દ્વારા આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તે જલ્દી સાજા થાય તેવી વાત તેમણે કરી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..