રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે તમિલનાડુમાં યોજાનાર તમામ કાર્યક્રમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના રૂટમાં અમુક વિસ્તારોમાં હોબાળાની સંભાવનાઓ હતી માટે મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો માટે અમૂક શરતો મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના તમામ જગ્યાઓના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને મદ્રાસ કોર્ટના નિર્ણયને પડકારવા જાહેરાત કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટે આ કારણથી રાખી હતી શરતો
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 44 જગ્યાઓ પર કાર્યક્રમો કરવા માટે શરતો રાખી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુની 50 જગ્યાઓ પર રેલી કરવાની અનુમતિ માગી હતી. છ જગ્યાઓ પર રેલીની પરવાનગી નહોતી મળી. પોલીસે બાતમીના આધારે છ જગ્યાઓ પર રેલી યોજવા માટે મનાહી કરી દીધી હતી. મદ્રાસ કોર્ટના જજનો તર્ક હતો કે કોયંબતૂર, મેત્તુપલયામ, પોલ્લાચી, પલ્લાદામ, અરુમનાઈ અને નાગરકોઈલમાં રેલી યોજવા માટે મનાહી કરવામાં આવી હતી કારણ કે ત્યાં પરિસ્થિતિ યોગ્ય ના હતી. આથી મદ્રાસ કોર્ટે લાકડી વગેરે જેવી કોઈને ઈજા પહોંચે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
મદ્રાસ કોર્ટે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આ વિસ્તારમાં રેલી કરવી હોય અને કોઈ વિસ્તારમાં હિંસા ફેલાય કે સાર્વજનિક સંપતિને કે કોઈની વ્યક્તિગત સંપતિને નુકસાન થાય તો તમામ ખર્ચો સંઘ આપશે. આના કારણે રાષ્ટ્રીય સ્વયં સંઘે પોતાના તમામ કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી અને મદ્રાસ કોર્ટને પડકાર ફેંક્યો હતો.