તમિલનાડુમાં પતિએ ચપ્પુના ઘા વડે કરી પત્નીની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-24 13:16:33

તમિલનાડુમાં એક એવી ઘટના બની છે જેને કારણે લોકોના રુંવાટા ઉભી કરી દે તેવી છે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરની છે જ્યાં એક પતિએ પત્નીને છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીની હત્યા કરી પરંતુ રસ્તા પર ઉભા રહેલા લોકોએ પણ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 


જાહેર રસ્તામાં પતિએ પત્ની પર કર્યો હુમલો

હત્યાઓના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક કારણોસર લોકો હત્યા કરી દેતા હોય છે. કોઈ વખત નાની વાતને લઈને પણ લોકો હત્યા કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે જ્યાં પતિએ છરીના ઘા કરી પત્નીની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના બંધ દરવાજાની અંદર નહીં પરંતુ જાહેર રસ્તા પર બની છે. રસ્તા પર ઉપસ્થિત લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.


7 વખત ચપ્પુના ઘા મારી કરી ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર જે મહિલા પર હુમલો થયો હતો તેનું નામ પુનિતા હતું તે ચપ્પલ બનાવવાળી કંપનીમાં કામ કરતી હતી. સોમવાર રાત્રે કામ પરથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તા પર મહિલાનો પતિ જયશંકર મળ્યો અને ચપ્પાના ઘા કરી ઈજાગ્રસ્ત કરી. પુનિતાએ પોતાને બચાવવાની કોશિશ કરી પરંતુ 7 વખત તેને ચપ્પાના ઘા માર્યા હતા. જેને કારણે તે પડી ગઈ. 


આરોપીની પોલીસે કરી ધરપકડ 

પત્નીને ઈજાગ્રસ્ત કરી જયશંકર આરામથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ આરોપીને રોકવાની કોશિશ કરી ન હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે.    




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..