સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતું પરંતુ હજુ પણ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી . તેમજ DELR કચેરી ખાતે ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે જ ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.
હવે ખેડૂતોના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગરમાં દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકી , કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં ખેડૂત મહારેલી યોજાઈ હતી . આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સુત્રોચાર કરી અને બીજેપી ના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહારેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.