લોકોની ધીરજમાં ઘટાડો થઈ રહ્યો છે એવું સાંભળવામાં આવે છે પણ સુરતથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમને લાગશે જ કે આ સાચી વાત છે. મહીપાલ આહીર નામના એક યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજકના પુત્રએ મહીપાલ આહીરને એવો માર્યો કે તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.
કેવી રીતે બની સમગ્ર ઘટના બની ઉગ્ર?
સુરત પોલીસે અમરોલીમાં સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજક અને તેના પુત્ર સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચંદુભાઈના પુત્રએ એક યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા યુવકનું મોત થઈ ગયું છે.
હત્યા બાદ લાશને ગાડી લઈ ફેંકી દીધી
સુનિલ દેવીપૂજકે મહીપાલ આહીર નામના યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા મહીપાલનું માથમાં ઈજા પહોંચી હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સુનિલે મહીપાલને હોસ્પિટલ લઈ જવા માટે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા. પરંતુ ગંભીર અપરાધ હોવાના કારણે હોસ્પિટલે સારવારની મનાહી કરી દીધી હતી. તો મહિપાલે મહીપાલના મૃતદેહને પુણા ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસ આરોપી પિતા-પુત્ર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી.