પોલીસ અંગે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણાં મનમાં હમેશા પોલીસને લઈ નેગેટિવ ઈમેજ જ સામે આવતી હોય છે. પોલીસને લઈ લોકોના ઓપિનીયન મુખ્યત્વે નેગેટીવ જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે પોલીસ દ્વારા કરવામાં આવતા કામોને જોઈ શકતા નથી. એક ખરાબ ચહેરો હોય છે તો એક સારો ચહેરો પણ જોવા મળતો હોય છે. સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા કામનો ઝલક જોવા મળી હતી.
સાત મિનિટની અંદર આવી પોલીસની પીસીઆર વાન!
સુરતથી પોલીસ દ્વારા માનવતાને છાજે એવું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતના સિંગણપુર કોઝવેમાં ગઈકાલે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસની PCRને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માત્ર સાત મિનિટમાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એ પીસીઆર વાનના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
એવું કહેવામાં આવે છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ બીજા માટે જીવી બતાવે તે સાચા અર્થમાં જીવન જીવ્યા હોય છે. આ વાતને સાર્થક સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે. રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોઝવેમાં પોલીસ કોન્સ્ટેબલે લગાવી છલાંગ
આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગૂરૂએ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોઝવેવમાં છલાંગ લગાવી દીધી હતી. એક વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યા હતા તેમને બચાવા લાકડા તેમજ દોરડાની મદદ લઈ રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસ કોન્સ્ટેબલ અને સ્થાનિકની મદદથી એ વૃદ્ધને સુરક્ષિત બહાર લાવવાવામાં આવ્યાં હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
પોલીસમાં માનવતા હજી જીવે છે
છેલ્લે જે હોય એ પણ પોલિસનો એક એવો ચેહરો કે જે આપણે કદાચ ક્યારેય નથી જોઈ શકતા,ત્યારે ચિંતન રાજગુરુ જેવા કોન્સ્ટેબલ આવીને આપણને કહી જતા હોય છે કે પોલિસમાં પણ માનવતા જીવે છે.