સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ ચપ્પાના ઘા માર્યા, પોતે અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-19 22:23:51

સુરતના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પ્રેમમાં પાગલ યુવકે  પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ યુવતીની બે દિવસ અગાઉ બીજે સગાઈ થતા યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેના પર  ચપ્પાના ઘા ઝીંક્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું.


શું છે સમગ્ર મામલો?


સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું.સરથાણા પોલીસ મથકના પી.આઇ. વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું. યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


બંનેના પરિવારો વચ્ચે હતા સંબંધ


આ ભયાનક ઘટના અંગે પી. આઇ. વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે ગુસ્સામાં આવીને આ પ્રકારનું હિંચકારૂ કૃત્ય કર્યું  હોવાનું માનવામાં આવી રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?