સુરતના પલસાણામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લૂંટનું તરકટ રચ્યું


  • Published By :
  • Published Date : 2023-11-11 13:53:53

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સુરતમાંથી હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના પલસાણામાં લૂંટ સાથે મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. 


શું છે સમગ્ર મામલો?


સુરત હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે શિવાલિક બંગલોઝ નામની સોસાયટીમાં રહેત રાકેશ નાયક નામના 49 વર્ષીય યુવાનની હત્યા હરાયેલી હાલતમા લાશ મળી આવી હતી.આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યાનું ષડયંત્ર રચી પતિનો કાંટો કાઢી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારી પત્નીએ પતિને પ્રથમ ઉંધની દવા પીવડાવી હતી. બાદમાં પ્રેમી વિપુલ કહારને બોલાવ્યો હતો. જ્યાં પ્રેમી વિપુલે રાકેશ નાયકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગ્રામ્ય પોલીસે પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?