ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય ગતિવિધી તેજ બની છે. પ્રચાર પ્રસાર પાર્ટી વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. પરંતુ ભાજપે હજુસૂધી કોઈ પણ ઉમેદવારને જાહેર નથી કર્યા. તે પહેલા જ મતદારો ઉમેદવારોને લઈ વિરોધ કરી રહ્યા છે. સુરતના લિંબાયતના અનેક વિસ્તારોમાં હાલના ઉમેદવાર વિરૂદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. બેનર લગાવી નવા ઉમેદવારને ટિકિટને આપવાની માગ કરવામાં આવી હતી.
સંગીતા પાટીલ વિરૂદ્ધ લાગ્યા બેનર
ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવા મનોમંથન કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગી છે. અનેક સ્થળો પર ઉમેદવારોને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, બેનર લગાવવામાં આવે છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા સુરતમાં ભાજપના સંગીતા પાટીલ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લિંબીયાત વિસ્તારના સહજાનંદ, સંજય નગર સર્કલ, કંઠી મહારાત મંદિર, ચામુંડા માતા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું છે કે સંગીત પાટીલને હટાવો અને લિંબાયતને બચાવો.
પોસ્ટર લગાવી બીજા ઉમેદવારને ટિકિટ આપવાની કરી માગ
સ્થાનિકોએ ઉમેદવાર વિરૂદ્ધ લખી ભાજપને ચેતવણી આપી હોય લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાયું છે કે જો ભાજપ ઉમેદવારને નહીં બદલે તો લિંબાયતની જનતા પરિવર્તન કરશે. ચૂંટણી પૂર્વે આવા બેનર લાગવાથી રાજકીય માહોલ ગરમાયો છે. અનેક સ્થળો પર આવા પોસ્ટરો લાગી રહ્યા છે જેને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે.