પ્રતિબંધિત સમયમાં અનેક વખત લકઝરી બસ આવી જતી હોય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે જે મામલે ધારાસભ્યે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમસ્યાને લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી મેમો ફટકારવામાં આવી રહ્યો છે.
સુ
પત્ર લખીને ધારાસભ્યે કરી હતી રજૂઆત
રાજ્યમાં ટ્રાફિક જામની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તે ઉપરાંત પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ આવતી હોવાને કારણે ટ્રાફિકની બહુ સમસ્યા વધતી હોય છે. સુરતમાં આ સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઈ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
પત્ર બાદ એક્શન મોડમાં આવી ટ્રાફિક પોલીસ
એક સપ્તાહ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરના 1 તેમજ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ત્યારે ધારાસભ્યના પત્ર બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને લક્ઝરી બસને રોકીને પોલીસ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ મેમો ફટકારવામાં આવી રહ્યો છે.