સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ તહેવારની ઉજવણી ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. ભલે પહેલા જેવો તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ નથી રહ્યો પરંતુ તહેવાર આજે પણ લોકો મનાવે છે. ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને પહેલા અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ પતંગની દોરી કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક ઘટના સુરતથી સામે આવી છે જેમાં યુવતીનું મોત દોરીને કારણે થયું છે. 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત ટૂંકી સારવાર બાદ થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.
જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની ઉઠી હતી અર્થી
પતંગ ઉડાવવાનો શોખ અનેક લોકોને હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી અનેક લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ આ પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મૂકાય છે. દોરીને કારણે ગળું કપાઈ જાય છે અને તેને કારણે દુર્ઘટનના સર્જાય છે. થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની અર્થી ઘરમાંથી ઉઠી હતી. પતંગની દોરીને કારણે તેનું ગળું કપાયું હતું અને આ દુર્ઘટનાને કારણે તેનું મોત નિપજ્યું હતું.
પતંગની દોરીથી થયું 22 વર્ષીય યુવતીનું મોત
ત્યારે સુરતથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત પતંગની દોરીને કારણે થયું છે. નાના વરાછા બ્રિજની આ ઘટના છે. એક્ટિવા લઈને યુવતી પસાર થઈ રહી હતી અને તેના ગળાના ભાગે પતંગની દોરી આવી ગઈ. દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે નીચે પટકાઈ ગઈ. યુવતીને ગંભીર ઈજા પહોંચી જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નિપજ્યું. નાની ઉંમરે યુવતીનું મોત થઈ જતા પરિવાર શોકમગ્ન થઈ ઉઠ્યો છે. પરિવારમાં દુ:ખની લાગણી પ્રવર્તિ ઉઠી છે.