સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, હર્ષ સંઘવીએ કોર્પોરેટરોનું કર્યું સ્વાગત, ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-15 13:27:12

ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. હર્ષ સંઘવી દ્વારા આપના કોર્પોરેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ આ સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે.

      

6 કોર્પોરેટરોએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ!

સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કોર્પોરેટરોનું સ્વાગત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ આ અગાઉ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે બાદ ફરી એક વખત 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. જે  કોર્પોરેટરોએ આપનો છેડો ફાડ્યો છે તેમાં સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી, કિરણ ખોખાની અને ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા - હર્ષ સંઘવી

કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10-10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે. 


 

આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું છે - ઈસુદાન ગઢવી 

કોર્પોરેટરોના પક્ષપલટા બાદ રાજનીતિ ગરમાવી સ્વભાવિક વાત હતી. આ વાતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે નિવેદન આપતા કહ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈના ઘરે મીટીંગ થઈ હતી. તમામને 50થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તે સિવાય આ મામલે આપના કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રફુલ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રુપિયા આપવામાં આવશે, તમે ભાજપ સાથે જોડાઈ જાઓ. 


ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં થતાં હોય છે ભંગાણ!

મહત્વનું છે કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં ભંગાણ થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે કોણ કઈ પાર્ટીનો છેડો ફાડે છે તે જોવું રહ્યું.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?