આજે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. બજેટ જે બેગમાં લવાય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વર્ષે પણ નાણામંત્રી કનુદેસાઈ બજેટને પોથીમાં લઈને આવ્યા હતા જેમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 2022થી કનુ દેસાઈ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી જેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. પોથીમાં હસ્તકલા તરીકે ભરતકામ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતનો નક્શો બનાવામાં આવ્યો છે.
પોથીનો કરાય છે ઉપયોગ
કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય બેગમાં લાવવામાં આવવામાં આવે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે બાદ વર્ષોથી ચાલતી પરંપરા તોડવામાં આવી હતી. બેગની જગ્યાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ સ્વદેશી કપડા તેમજ રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત લાલ પોર્ટફોલિયોમાં લાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્રના પથ પર ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ બેગની જગ્યાએ પોથીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2022માં પોથી પરંપરાની શરૂઆત તેમણે કરી હતી જે આજે પણ યથાવત જોવા મળી હતી.
મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને પોથીમાં અપાયું સ્થાન
આ વર્ષની વારલી પેઈન્ટિંગને પોથી પર સ્થાન આપવામાં આવ્યું છે. ખાટલી ભરતથી પોથીને ગુંથવામાં આવી છે. પોથી બજેટ પર સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસનનો સમાવેશ થાય છે. મોઢેરા સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલી વિશિષ્ટતાઓને કારણે બજેટ પોથી ચર્ચામાં આવી છે.