પાકિસ્તાનથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , તેના બલુચિસ્તાન પ્રાંતમાં એક ટ્રેનમાં સ્થિત ૧૨૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે . આ હુમલાથી બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી તાકાતોનું પ્રભુત્વ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે .
આપણો પાડોશી દેશ પાકિસ્તાન . તેનું એક રાજ્ય જેનું નામ છે બલુચિસ્તાન. આ પ્રાંતમાં અવારનવાર પાકિસ્તાની સેના અને સત્તાધીશોની સામે હિંસક દેખાવો થતા રહે છે એટલુંજ નહિ આ અલગાવવાદી તાકાતો આતંકવાદી હુમલા પણ કરે છે .
હવે જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કેમકે , બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ફાયરિંગ કરીને જાફર એક્સપ્રેસ નામની ટ્રેનમાં રહેલા આશરે અંદાજે ૧૨૦ જેટલા યાત્રીઓનું અપહરણ કર્યું છે . સમાચાર એ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે , પાકિસ્તાની સેના સાથે અથડામણમાં ૧૧ જવાનોના મોત થયા છે .
આ અલગાવવાદી સંગઠને એવી પણ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના નઈ હટે તો , અમે બધાજ બંધકોને મારી નાખીશુ.
સ્થાનિક મીડિયાએ આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું છે કે , જેવી જ આ જાફર એક્સપ્રેસ બલુચિસ્તાનની રાજધાની કવેટાથી નીકળી , તેવું જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે .
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન પર કોઈ અંતરયાળ વિસ્તારમાં ફાયરીંગ કર્યું છે , આ પછી તેને પાટા પરથી ઉતારી દેવામાં આવી છે .
પાકિસ્તાનના રેલવે મંત્રાલય મુજબ આ જાફર એક્સપ્રેસના ૯ કોચ અને તેમાં રહેલા ૪૫૦ પેસેન્જર પાસે કોઈ જ સંપર્ક સ્થપાયો નથી .
જોકે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે , આ ટ્રેનને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે એક ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે . વાત કરીએ આ જાફર એક્સપ્રેસની તો તે , બલૂચિસ્તાનની રાજધાની કવેટા શહેરથી , ખૈબર પખ્તુન્વાના પેશાવર સુધી ચાલે છે .
બલુચિસ્તાન લિબરેશન ગ્રુપ આ એક અલગાવવાદી સંગઠન છે જે , બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરતુ રહે છે .
વાત બલુચિસ્તાન પ્રાંતની તો તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે લાગે છે . ખનીજ સંસાધનોથી ભરપૂર રાજ્ય છે. ત્યાં અવારનવાર પાકિસ્તાનથી આઝાદ થવાના આંદોલન થતા રહે છે. આ વિસ્તારમાં રહેતા બલુચ લોકો સતત પાકિસ્તાની સરકાર અને સેના તરફથી ઉપેક્ષાનો સામનો કરતા રહે છે .
હાલના સમયમાં પાકિસ્તાનની ચાઈના પર નિર્ભરતા વધતી જાય છે . સાથે જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે તો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . તેની આર્થિક પાયમાલીના લીધે અલગાવવાદી તાકાતો પાકિસ્તાનમાં ખુબ જ સક્રિય બની રહી છે. થોડા સમય પેહલા , પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલેકે (POK ) માં આઝાદી માટે હિંસક આંદોલનો થયા હતા .
તો તમારું શું કેહવું છે બલુચિસ્તાનમાં થઇ રહેલા આ અલગાવવાદી આંદોલન પર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .