રાજકોટમાં ભુવાની સલાહ માની માતાએ નવજાતને આપ્યા ડામ, અંધશ્રદ્ધાળુ માતાના કારણે પરિવારે ગુમાવ્યો પુત્ર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 20:48:49

રાજ્યમાં અંધશ્રધ્ધાના કારણે હત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જામનગર બાદ હવે રાજકોટમાં અંધશ્રદ્ધા કિસ્સો સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો બિમારીમાં ડોક્ટર પાસે જવાને બદલે ભુવા પાસે જઈ રહ્યા છે. જેના કારણે પોતાના વ્હાલસોયાને ગુમાવવાના વારા પણ આવ્યા છે. રાજકોટમાં આવી જ રીતે અંધશ્રદ્ધામાં પરિવારે પુત્ર ગુમાવ્યો છે.


પરિવારે કુળદીપક ગુમાવ્યો


રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક માતાએ ભુવાની સલાહ બાદ 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપતા મોતને ભેટ્યો છે. માસુમ બાળકને પેટના ભાગે બે ડામ આપતાં માસુમની તબિયત લથડી હતી. એક અઠવાડિયાથી બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આજે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. જો કો આ મામલે બાળકના પિતાએ કહ્યું કે, અગરબત્તી પડી જવાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. બાળકને શ્વાસની તકલીફ હતી જેના કારણે માનતા રાખી હતી. બાદમાં બાળકના પિતાએ એમ પણ કહ્યું કે, બાળક બીમાર હોવાના કારણે માનતા રાખી હતી જેથી આરતી ઉતારતા હતા. જો કે, તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પરિવારે કુળદીપક ગુમાવતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


જામનગરના હજામચોરામાં બનેલી ઘટનાથી પંથકમાં અરેરાટી


ઉલ્લેખનિય છે કે જામનગરના હજામચોરામાં અંધશ્રદ્ધાના કીસ્સામાં દીકરીની હત્યાનો મામલો આવ્યો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટા-ભાઈ બહેને 15 વર્ષની નાની બહેનને ધાર્મિક વિધિના નામે અંધ શ્રધ્ધામાં પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદના ખેત મજૂર બે મોટા ભાઈ બહેનએ 18 વર્ષની નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી હતી. ગઈકાલ બનેલ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાની હકિકત સામે આવી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ ગયો હોય. આ પહેલા પણ ઘણી ઘટનાના અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આવી વધતી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બાબત કહીં શકાય.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?