રાજકોટમાં આધેડ બન્યા શ્વાનનો શિકાર! પાછળથી આવીને શ્વાને પગ પર ભર્યું બચકું, વૃદ્ધને કર્યા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-08 16:07:06

રખડતાં પશુ અને રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યું છે. અનેક લોકોને રખડતાં શ્વાનને કારણે ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો ઘણા કિસ્સાઓ એવા હોય છે જેમાં રખડતાં શ્વાનને કારણે મૃત્યુ પણ લોકો પામતા હોય છે. થોડા દિવસો પહેલા બે બાળકો પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓથી આ કિસ્સા સામે આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત રખડતાં શ્વાનના આંતક દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના સામે આવી છે


રસ્તાથી પસાર થઈ રહેલા વૃદ્ધને શ્વાને ભર્યું બચકું

રાજકોટમાં શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. 58 વર્ષીય વૃદ્ધને શ્વાને શિકાર બનાવ્યો છે. શરાફી મંડળ તરફ જઈ રહેલા વૃદ્ધને પાછળથી આવીને શ્વાને બચકું ભરી લીધું હતું. જેને કારણે વૃદ્ધના પગના ભાગમાં ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


શ્વાનના બચકા ભર્યાના આટલા કેસ નોંધાયા 

મહત્વનું છે કે દિવસેને દિવસે શ્વાન દ્વારા થતાં હુમલાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જો ડોગ બાઈટના આંકાડાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1380 જેટલા કેસ નોંધાયા હતા, મે મહિનામાં 1300 જેટલા કેસ નોંધાયા છે, જૂન મહિનામાં 600 થી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 500 જેટલા કેસ, સપ્ટેમ્બરમાં 580 જેટલા કેસ, ઓક્ટોબરમાં 500 જેટલા કેસ, નવેમ્બરમાં 590 જેટલા કેસ નોંધાયા છે.


ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે હુમલાનો શિકાર? 

રાજ્યમાં થોડા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરે અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે ઉપરાંત અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે. રખડતાં ઢોરથી લોકોને શાંતિ મળી ન હતી ત્યારે તો રખડતાં શ્વાનના આતંકથી ઝઝુમવા લોકો મજબૂર બન્યા છે. પાટણથી રખડતાં આખલાના આતંકના સમાચાર સામે આવ્યા છે. બાઈકને આખલાએ ટક્કર મારી દીધી હતી. ત્યારે પ્રશ્નએ છે કે લોકોને રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે? ક્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓ તેમના હુમલાનો ભોગ બનતી રહેશે?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?