રાજકોટમાં લગ્નના ફૂલેકામાં દારૂની બોટલ સાથે શરાબી ગીત પર ઝૂમ્યા લોકો! વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 16:45:23

એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં દારૂબંધી નિયમના લીરેલીરા ઉડતા હોય છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગની ઉજવણી દરમિયાન નીકળતા ફુલેકામાં ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લેઆમ દારૂની મજા માણી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

  

ફિલ્મી ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમ્યા લોકો! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની ઉજવણીના અનેક વીડિયો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં લગ્ન પહેલા નીકળતા ફૂલેકામાં અનેક લોકો દારૂની મજા માણી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુલેકામાં કુખ્યાત ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લેઆમ શરાબી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તે ઉપરાંત વરરાજાના મિત્રોએ વરરાજાને બંદુક પણ આપી હતી જે બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પોલીસે પણ તેમને પકડી પાડ્યા છે. 

 

ફૂલેકામાં કરાયું હવામાં ફાયરિંગ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કુખ્યાત ગેંગસ્ટર અને તેના મિત્રો પીલે પીલે ગીત પર ઝૂમી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા આવા વીડિયો સામે આવતા હોય છે જેને કારણે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે તેવા પ્રશ્નો ઉભા થાય છે. આ વીડિયો પોલીસ પાસે આવતા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દારૂ પીતા અને હથિયાર રાખતા લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે આ કેસ સાથે સંકળાયેલા શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે.    




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...