રાજકોટમાં નબીરાએ પુરપાટ ઝડપે સ્કોર્પિયો દોડાવી બાઈકચાલકો અને શાકભાજીની લારીવાળાને અડફેટે લીધા


  • Published By :
  • Published Date : 2023-08-21 16:53:55

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા ગમખ્વારમાં અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ હ્રદયદ્રાવક ઘટના લોકો હજુ પણ ભૂલી શક્યા નથી ત્યારે આજે રાજકોટમાં એક નબીરાનું કરતુત સામે આવ્યું છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં એક બેફામ કાર અકસ્માત સર્જ્યો હતો. બેફામ સ્કોર્પિયો ચાલકે અનેક ટુ-વ્હીલર્સને અડફેટે લીધા હતા. આ નબીરાના કારણે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ ભયાનક અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગાડીની સ્પીડ અંદાજે 100ની આસપાસ હતી.


 રાજકોટ પોલીસે શું કહ્યું?


આ અકસ્માત મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની FSL દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું.? સ્કોર્પિયો ગાડી કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો અને પોલીસ શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોધશે. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું.  


ઘટના સીસીટીવીમાં કેદ


રાજકોટ અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે અનેક બાઈકને ઢસડીને જઈ રહી છે અને દીવાલ સાથે અથડાઈને ઊભી રહી જાય છે. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું હતું. જોકે સદનસીબે મોટી જાનહાનિ સર્જાઈ ન હતી, જો કે આ ઘટના બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે ઘટનાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?