Story by Samir Parmar
આપણા સંબંધો ક્યાં જઈ રહ્યા છે એ જ ખબર નથી પડી રહી. માણસની હવસે સંબંધની સીમાની રેખાને ઠેકડો મારીને ઓળંગી દીધી છે. રાજકોટમાં ઘટના ઘટી છે, સાંભળશો તો તમેં ધ્રુજી ઉઠશો, તમારી આંખના આંસુ રોકી નહીં શકો. કારણ કે સગા બાપે 18 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને પેટમાં દુખતા તેણે માતાને ફરિયાદ કરી હતી. મા પોતાની દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ ત્યારે ખબર પડી કે દિકરીને દોઢ માસનો ગર્ભ છે. 18 વર્ષની દિકરીની માએ પૂછપરછ કરી તો તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ......
એ મા પર શું વીતી હશે જ્યારે તેને પતિની કરતૂતની ખબર પડી...
રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રિક્ષા ચાલક બાપે 18 વર્ષની કુમળી દિકરીને પત્ની ઘરે ના હતી ત્યારે પીંખી નાખી હતી. માતાને આ વાતની ખબર ના હતી. દિકરીએ પણ માતાને પિતાના આ હદ સુધીની કરતૂતની કહી ના હતી. દિકરીને જ્યારે ગર્ભ રહી ગયું અને પોતાની માતાને પેટમાં દુખવાની ફરિયાદ કરી ત્યારે માતા તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ જે ઘટના ઘટી તે તમને ધ્રુજાવી દેશે.
18 વર્ષની કિશોરી બોલી, "ગર્ભ પપ્પાનો છે..."
ડોક્ટરના રિપોર્ટમાં 18 વર્ષની દિકરી ગર્ભવતી હોવાની ખબર પડી. માતા પણ સાથે જ હતી. માતાએ દિકરીને શું થયું તે જાણવા બધુ પૂછ્યું. માતા દિકરીને પૂછતી જ રહી હતી કે બધુ કેવી રીતે થયું. દિકરી કંઈ ના બોલી શકી, બસ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. અંતે દિકરીએ જે કહ્યું તે સાંભળીને માતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હશે.
દિકરી 11 વર્ષની હતી ત્યારથી બાપ અડપલા કરતો હતો
દિકરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનો બાપે જ ગર્ભ રાખી દીધો હતો. દિકરી જ્યારે 11 વર્ષની હતી ત્યારથી બાપે આવી હરકતો શરૂ કરી દીધી હતી. માતાને ખબર હતી કે અડપલા કરે છે પણ આ હદ સુધી વાત પહોંચી જશે તે માતાને ખબર ના હતી. માતાએ પતિની કરતૂત સામે જ્યારે ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેને મારતો હતો. દિકરી પણ કંઈ કરી શકતી ના હતી. કરે પણ શું? કહે તો કહે પણ કોને અને કહે તો કહે પણ શું?
રાજકોટ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી
રાજકોટ એ ડિવિઝન પોલીસના વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે દિકરીના બાપ પર પોક્સો હેઠળ ફરિયાદ કરી છે. પોલીસે જે કલમ હેઠળ સજા કરી છે તે અંતર્ગત બાપને 10 વર્ષની સજા કે આજીવન જેલ પણ થઈ શકે છે. આ ગંભીર ગુનામાં બાપને કડકમાં કડક સજા થાય તેના માટે સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ વકીલ નિમાયા છે.
જી હાં! આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પણ કળિયુગમાં પણ આવી સ્થિતિ કોઈના જીવનમાં ના આવવી જોઈએ. આપણો સમાજ કઈ બાજુ વળાંક લઈ રહ્યો છે? આવા બાપ હોય? સગા બાપે પોતાની ફૂલ જેવી દિકરીની ઝીંદગી નરક બનાવી દીધી. આ ઘટના બાદ દિકરીની માતા પણ કરુણ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સમગ્ર મામલે હવે કેવી સજા થશે તે કોર્ટની સુનાવણી બાદ જ ખબર પડશે પણ આપણે સારા સમાજની રચના કરવી જ પડશે નહીં તો......