Rajasthanમાં Priyanka Gandhiએ ઉઠાવ્યો Manipurનો મુદ્દો, PM Modi અને World Cup મેચને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 10:26:57

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ તબક્કાએ પહોંચ્યો છે. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટી તમામ પ્રયાસો કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જનસભામાં જે પ્રમાણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શવાને છે કે રાજનીતિ કેટલા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનૌતી કહે છે તો પીએમ પણ રાહુલ ગાંધીને આડકતરી રીતે મુર્ખોના સરદાર કહ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધીએ જનસભા દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મણિપુર મુદ્દાને પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં ઉઠાવ્યો!

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની મેચ રમાઈ હતી. મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર પનૌતી શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ છે તે તો જાણીએ છીએ. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર તેઓ બીજી પાર્ટી પર નિશાન સાધે છે. ત્યારે મણિપુરનો મુદ્દો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો હતો. એક જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ મણિપુરને લઈ વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુર આપણા દેશનો ભાગ છે. ત્યાં ભયંકર હિંસા થઈ રહી છે. અનેકો ઘર બળી રહ્યા છે પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. ત્યારે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ હતી તો ત્યાં પીએમ મોદી સ્ટેડિયમ પહોંચી ગયા. 


મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે? 

મહત્વનું છે કે મણિપુરમાં હિંસા ઓછું થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી ત્યાંની પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ ખરાબ થઈ હી છે. મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર મૌન દેખાઈ રહી છે. કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વિપક્ષ દ્વારા અનેક વખત સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે પીએમ મોદી હજી સુધી એકવાર પણ મણિપુર નથી ગયા? મણિપુર મુદ્દે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ બોલવાનું ટાળી રહ્યા છે. ભડકે બળેલું મણિપુર ક્યારે શાંત થશે તે એક પ્રશ્ન છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?