રાજસ્થાનની પરંપરા યથાવત હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં સત્તાની રોટી પલટી ગઈ. અત્યાર સુધીના પરિણામો જોતાં તમામ ચર્ચાઓથી વિપરીત સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, વાસ્તવમાં રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રહી છે. પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની જનઉપયોગી સરકારી યોજનાઓને કારણે રાજ્યમાં એન્ટિ-ઈન્કમ્બન્સી નહિવત હતી. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં વાપસી કરી શકે છે.
ગેહલોતની વ્યક્તિગત ભૂલો કોંગ્રેસને ભારે પડી?
કોંગ્રેસની રાજસ્થાનમાં હાર પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ કારણો પાર્ટીનાં સ્તર પર પણ હોઈ શકે છે. જે રીતે જો કોંગ્રેસની સરકાર બની હોત તો તેની પાછળ અશોક ગહેલોતનો હાથ હોય તેવી જ રીતે જો પાર્ટી હારી ગઈ છે તો તેની પાછળ પણ અશોક ગહેલોતની કેટલીક વ્યક્તિગત ભૂલો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અનેક એવી ભૂલો કરી જેના લીધે સીટ તેમના હાથમાંથી નિકળી ગઈ. પાર્ટીની સાથે રહેવું જરૂરી હોય છે પણ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવાનાં ચક્કરમાં કદાચ ગહેલોત પાર્ટીનાં નેતા હોવાનું ચૂકી ગયાં હોય તેવું લાગ્યું.
અશોક ગેહલોતની અંગત ભૂલ હાર પાછળ અનેક અંશે જવાબદાર!
કોંગ્રેસને રાજ્યમાં પૂર્ણ બહુમતી ન મળવાના ઘણા કારણો છે. આ કારણો પૈકી ઘણી ભૂલો પાર્ટી સ્તરે પણ છે. પરંતુ જે રીતે કોંગ્રેસની સરકાર બનશે તો અશોક ગેહલોત સૌથી મોટી ભૂમિકામાં હોત પણ હવે પાર્ટી સત્તામાં નહીં આવતા અશોક ગેહલોતની કેટલીક અંગત ભૂલો તેના માટે જવાબદાર છે. અશોક ગેહલોતે ઘણી ભૂલો કરી છે જે તેઓ ઇચ્છતા તો ટાળી શક્યા હોત. ગેહલોત જાણતા હતા કે તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તેની પાર્ટી પર પ્રતિકૂળ અસર થવાની છે, પરંતુ તેમની નજર નક્કી કરતી વખતે તેઓ ભૂલી ગયા કે પક્ષ સિવાય કોઈ નેતાનું અસ્તિત્વ નથી.
કાર્યકર્તાઓ સાથે વાત કરવાનું ટાળવાનું ગેહલોતે!
રાજસ્થાનના રાજકારણને નજીકથી નિહાળનારાઓનું માનવું છે કે અશોક ગેહલોતે ક્યારેય કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ કર્યો નથી. જો તે ઇચ્છતા હોત તો તેમણે ચૂંટણી લડવાથી ના પાડવા માટે તેમના પદ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ અશોક ગેહલોત ડબલ ગેમ રમી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતે ઈચ્છે છે કે પાર્ટીને પૂર્ણ બહુમત ન મળે. કારણ કે તેમને ખાતરી છે કે એકવાર તેમને પૂર્ણ બહુમતી મળી જશે તો સરકાર બનાવવાની ચાવી તેમના હાથમાંથી નીકળી જશે અને પાર્ટી હાઈકમાન્ડ પાસે જશે. ગેહલોત જાણે છે કે, જો તેમને પૂર્ણ બહુમતી નહીં મળે તો પાર્ટીમાં તેમનો પ્રભાવ જળવાઈ રહેશે અને કોઈક રીતે ચાલાકી કરીને તેઓ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ જ કારણ હતું કે, ગેહલોતે તેમના સમર્થક બળવાખોરો સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ટાળ્યું હતું. તેવી ચર્ચાઓ થઈ રહી છે.
વારંવાર પેપરલીકનો મુદ્દો પણ નડ્યો હોય
રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.
ગેહલોત અને પાયલોટની લડાઈની પરિણામ પર પડી અસર?
શું ગેહલોત અને સચિન પાયલટના વિખવાદના કારણે રાજસ્થાન કોંગ્રેસના હાથમાંથી ગયું તે પણ એક સવાલ થઈ રહ્યો છે. સચિન પાયલટ સાથેની લડાઈમાં અશોક ગેહલોત કોઈપણ કિંમતે સચિન પાયલટને કંઈ આપવા તૈયાર ન હતા. સચિને ડેપ્યુટી સીએમનું પદ પણ ગુમાવ્યું એટલું જ નહીં તેમને સંગઠનમાં કોઈ પદ પણ આપવામાં આવ્યું ન હતું. કારણ કે ગેહલોત આ માટે તૈયાર ન હતા. સચિન માટે ઘણી વખત અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારે સચિન પાયલટે 2018માં કોંગ્રેસને સત્તામાં લાવવા માટે કેટલી મહેનત કરી હતી તે બધા જાણે છે.