કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ પર અકુંશ લાવવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ ખેડૂતો જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી. વળી નિકાસબંધીના કારણે ડુંગળીના ભાવોમાં પણ જોરદાર ઘટાડો આવ્યો છે. ખેડૂતોના પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. આ કારણે સમગ્ર રાજ્યના ખેડૂતો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળીનું મફતમાં વિતરણ કરીને તથા રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવી રહ્યા છે જો કે એક ખેડૂતે તો રીતસર સમાધી લગાવી છે.
ડુંગળીના ઢગલા વચ્ચે સમાધિ
ડુંગળીની નિકાસબંધી અને ઘટતા ભાવ વચ્ચે ધોરાજીના એક ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં જ પોતાના જ ડુંગળીના ઢગલામાં સમાધિ લગાવી છે. હાલમાં ખેડૂતોનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ધોરાજીના એક ખેતરમાં એક ખેડૂતો પોતાના માથા સુધી ડુંગળીનો ઢગલો કર્યો છે અને તેમાં તે સમાધિ લગાવતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, અત્યારના સમયે રાજ્યના ડુંગળી પકડવા ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો તૈયાર પાક રઝળી રહ્યો છે. પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં, અને નિકાસબંધી લાગુ છે. આવી સમસ્યાઓનું સરકારે સત્વરે સમાધાન કરવું જરૂરી છે. ડુંગળીની સમસ્યાનુ નિરાકરણ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યાં છે. આ વિરોધમાં ધોરાજી ઉપરાંત ઉપલેટા, ભાયાવદર સહિતના ગામોના ખેડૂતો જોડાયા છે, અને ડુંગણી પરની નિકાસ પ્રતિબંધી હટાવવા માંગ કરી રહ્યાં છે.