દારૂ પીને 31stની ઉજવણી કરનારાઓ સામે પોલીસ એકશનમાં, DGP વિકાસ સહાયે આપ્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-12-31 16:40:27

આજે વર્ષના છેલ્લા દિવસ એટલે કે 31મી ડિસેમ્બરની દેશ અને વિદેશમાં ઉજવણી કરવામાં આવશે. રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં પણ  ઉજવણી કરવા માટે લોકો તલપાપડ બન્યા છે. જો કે દારૂ પીને ઉજવણી ઈચ્છુક લોકોની ઈચ્છા પર પાણી ફેરવી નાખવા માટે ગુજરાત પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે.  DGP વિકાસ સહાય દ્વારા કહેવામાં આવ્યું છે કે થર્ટી ફર્સ્ટની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. 


પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ


રાજ્યમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર અને રાજ્યમાં પોલીસ સજ્જ અને સતર્ક બની છે. પોલીસ જવાનો 3 હજાર બ્રેથલાઇઝર્સ, 14 સ્પોટ ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને 52 ઇન્ટરેસ્પટર વાહનોથી સજ્જ કરવામાં આવ્યા છે. બ્રેથલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ થકી પોલીસ શેરીઓમાં પણ ચેકિંગ કરશે અને જાણશે કે કોઇ દારૂ કે ડ્રગ્સનું સેવન કરીને તો નથી ફરી રહ્યું ને.અમદાવાદમાં પણ પોલીસે કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે એ માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સીજી રોડ અને સિંધુભવન રોડ પર વધુ પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવનારી છે, પોલીસ ફોર્સ સાથે શી ટીમ પણ હાજર હશે. તેમજ શહેરના અન્ય રસ્તાઓ, રિવરફ્રન્ટ, એસપી રોડ તથા એસજી હાઈવે પર પણ ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ તેનાત કરવામાં આવશે.


બેફામ વાહન ચાલકો પર પણ તવાઈ


અમદાવાદમાં 31 ડિસેમ્બરે રાત્રે ઉજવણી દરમિયાન છાકટા બનીને પૂરપાટ ઝડપે વાહનો હંકારીને દૂષણ કરતા લોકોને રોકવા માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મુકવામાં આવશે. દારૂ અને ડ્રગ્સના સેવન અને તેની હેરફેર અંગે પોલીસ કર્મચારીઓને તેમના સોર્સને એક્ટિવ કરવા પણ જણાવવામાં આવ્યું છે. 52 ઇન્ટરસેપ્ટર્સ ઉપરાંત પોલીસ જવાનોને પોકેટ કોપ્સ પણ આપવામા આવશે. જેનાથી તેઓ શંકમદ અને હિસ્ટ્રીશીટર અંગેની વિગતો જાણી શકશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓની તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હોટલ સંચાલકોને જરા પણ શંકાસ્પદ કંઇ જણાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે એ રીતે સતર્ક કરવામાં આવે. આ ઉપરાંત શહેરમાં સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી થાય એ માટે સોશિયલ મીડિયા સેન્ટર્સ અને કંટ્રોલ રૂમ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત તાલમેલ જાળવવામાં આવશે. શહેરના રસ્તાઓ અને શેરીઓમાં પોલીસ ફોર્સની સાથે શી ટીમ પણ તેનાત રાખવામાં આવશે. મહિલાઓ માટે મહિલા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે, જેથી મહિલાઓ પીડિત હોય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?