જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે પત્ની ઝડપાતા પતિએ કર્યો જીવલેણ હુમલો, હત્યાથી પંથકમાં ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-17 16:47:34

ગાંધીના ગુજરાતમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે. હત્યા, દુષ્કર્મ, છેડતી, દારૂ અને ડ્રગ્સની તસ્કરી વધી રહી છે. સાવ નજીવી બાબતે લોકો મારપીટ અને હત્યા કરવા પર ઉતરી આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. પત્ની તેના પ્રેમી સાથે કામલીલામાં મગ્ન હતી ત્યારે જ પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કરતાં પ્રેમીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જ્યારે પત્નીને આડેધડ માર મારી હત્યા કરી નાખી હતી.


શું છે સમગ્ર મામલો?


મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા. ગત તા. 14 નવેમ્બરે સાંજના અરસામાં સંગીતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા, અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતા. તે સમયે આરોપી પતિ લખન ત્યાં આવી ગયો હતો, અને પત્ની તથા પ્રેમીને કઢંગી હાલતમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે આરોપી પતિ લખને પત્નીને બેફામ માર મારતા તેણીનું મોત થયું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જે મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?