શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્ કરવામાં આવે તેવી માગ ઉમેદવારોની છે. અલગ અલગ રીતે તેમજ પોતાની માગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૃદ્દુ ગણાતી સરકારે આ વાતમાં પોતાની મક્કમતા દર્શાવી છે. સરકાર આ નિર્ણયને નથી બદલવા માગતી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે તેમજ જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે ટેટ -ટાટા ના પાસ થયેલા ઉમેદવારો ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી વ્યારા કલેકટર કચેરી (જિલ્લા સેવા સદન) બહાર "શિક્ષણ બચાવો" પ્રતિક ધરણા#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો… pic.twitter.com/fFRb6yghic
— Anant Patel MLA (@AnantPatel1Mla) October 13, 2023
ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી કોંગ્રેસ તેમજ આપ
ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જે એક દુખદ વાત છે. શિક્ષકોની ઘટ શાળામાં વર્તાઈ રહી છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જ્ઞાન સહાયકનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની વાત તો સરકારે સાંભળી નહીં ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.ની શરૂઆત કરી છે જ્યારે કોંગ્રેસે પણ જ્ઞાનસહાયકના વિરોધમાં રેલી કાઢી હતી.
કોંગ્રેસે વ્યારામાં તો આપે દાંડીથી કાઢી યાત્રા
જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં ટેટ-ટાટના ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે આજે વ્યારા ખાતે કોંગ્રેસે રેલી કાઢી હતી. શિક્ષણ બચાવો ધરણા અંતર્ગત કોંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાંડીથી યુવા અધિકાર રેલીની શરૂઆત કરી છે. યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો આ દાંડી યાત્રા 2.0માં હાજર છે.