હાય રે કુદરત... દેશના એક રાજ્યમાં લૂને કારણે લોકો મુશ્કેલીમાં તો બીજા રાજ્યના લોકો વરસાદને કારણે પરેશાન! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-20 12:05:14

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે. અનેક લોકોએ વધતી ગરમીને લઈ કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધતી ગરમીના પ્રકોપને લઈ કેન્દ્ર સરકારે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક કરી છે. આ બેઠકમાં લૂથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગેની ચર્ચાઓ થશે.મહત્વનું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 



વધતી ગરમીને લઈ બોલાવાઈ ઉચ્ચસ્તરીય બેઠક!  

ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ગરમીથી લોકો બેહાલ બન્યા છે તો કોઈ રાજ્યની પરિસ્થિતિ વરસાદને કારણે બગડી ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હીટવેવ ખતરનાક સાબિત થઈ રહ્યું છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશના બલિયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં જ 15થી 18 જૂનની વચ્ચે અંદાજીત 68 લોકોના મોત થઈ ગયા છે. ગરમીને કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે મોતના આંકડાને જોતા તેમજ તેની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. 


આસામમાં પૂરને કારણે જનજીવન થયું પ્રભાવિત 

એક તરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ગરમીને કારણે બેહાલ બન્યા છે તો બીજી તરફ આસામમાં પુરને કારણે સ્થિતિ બેકાબુ બની છે. પુરને કારણે આસામની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે લગભગ 10 જિલ્લાના લોકો પ્રભાવિત થયા છે. અંદાજીત 31 હજાર લોકો આનાથી પ્રભાવિત થયા છે. મોસમ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તે પછીના બે દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. પાણીમાં અનેક ગામડાઓ ડૂબી ગયા છે. 20 હજાર જેટલા લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે.      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..