જેમ રથને ચલાવવા માટે બે પૈડાના સંતુલનની જરૂર પડે છે તેમ સાંસારિક રથને ચલાવવા માટે પતિ અને પત્નીના સંબંધોમાં સંતુલન ની જરૂર પડે છે . પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં પત્નીએ પતિની કોફીમાં ઝેર ભેળવીને આપી દીધું . આ પછી પતિને હોસ્પિટલ લઈ જવાયો . હવે પત્ની પર પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ ઘટના છે ઉત્તરપ્રદેશ રાજ્યના મુજફ્ફરનગરના ખતોલીની.
દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તેનો જિલ્લો મુઝફ્ફરનગર ત્યાંનું ખતોલી શહેર કે જ્યાં ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એવી છે કે, બે વર્ષ પેહલા અનુજ શર્મા નામના યુવકના લગ્ન ગાઝીયાબાદની યુવતી પિંકી સાથે થયા હતા . લગ્નના થોડાક સમયમાંજ એટલેકે બે મહિના પછી અનુજ અને પિંકી વચ્ચે વિવાદો થવા લાગ્યા . પિંકી પર આરોપ લગાવવામાં આવ્યો કે તે ફોન પર બીજા કોઈ છોકરા સાથે વાત કરતી હતી . આ લઇને પિંકી અને અનુજ વચ્ચે દર વખત ઝગડો થતો હતો . અનુજ મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં નોકરી કરે છે. અનુજની બહેન મીનાક્ષીની કેહવું છે કે, જયારે અનુજ નોકરી પર હોય ત્યારે પિંકી એક છોકરા સાથે કલાકોના કલાકો ફોન પર વાત કરતી હતી . અનુજની બહેન મીનાક્ષીએ કહ્યું કે , એક દિવસ અનુજે પિંકીનો ફોન છીનવી લીધો ને તે છોકરાનો ફોટો અને મેસેજ જોયા. આ પછી અનુજને ખબર પડી કે , પિંકી જે છોકરા સાથે ફોન પર સતત વાત કરતી હતી તે તેનો ભાણિયો હતો . આ પછી પિંકીએ અનુજને જણાવ્યું કે લગન પેહલા તે છોકરાને પ્રેમ કરતી હતી. જોકે લગન પછી આ સબંધ માત્ર દોસ્તીનો રહી ગયો. હવે તે તેની સાથે માત્ર વાત કરે છે . આ બાબતને લઇને પિંકી અને અનુજ વચ્ચે મારામારી થવા લાગી . સાથે જ અનુજના પરિવારનો આરોપ છે કે , પિંકી બે ત્રણ મહિના પેહલા પોતાના પિયરમાં જતી રહી હતી . તે દરમ્યાન પિંકીએ અનુજની વિરુદ્ધમાં મારપીટની ફરિયાદ પણ દાખલ કરી હતી . આ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં બેઉ પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ થયું હતું .
હવે પિંકી પર આરોપ છે કે , ૨૫ માર્ચના દિવસે ઘરે આવી . આ પછી તેણે કઈંક ઝેર કોફીમાં મિલાવીને અનુજને પીવડાવી દીધું . આ પછી અનુજની હાલત નાજુક થઇ ગઈ અને પછી તેમને મેરઠની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . અનુજની મોટી બહેન મીનાક્ષીનું કેહવું છે કે , પિંકીએ મેરઠના સૌરભ હત્યાકાંડને જોઇને આ ગુનાખોરી આચરી છે. જોકે હવે પોલીસે પત્નીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. એક વસ્તુ ચોક્કસ છે કે , દામ્પત્ય જીવનમાં સહનશક્તિ હોવી જ જોઈએ . એકબીજાને સમજવા જરૂરી છે . સિવાય કે ઉગ્ર બોલાચાલી કે પછી હિંસા કરવી . આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું .