મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત MPના CMએ રાજ્યમાં ખુલ્લી જગ્યાઓ પર વેચાતા માંસને લઈને પણ કડક સૂચનાઓ આપી છે.
શું કહ્યું CM મોહન યાદવે
કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા CM મોહન યાદવે કહ્યું કે ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે માંસ અને ઈંડાના ખુલ્લા વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ધ્વનીના માપદંડોનું પાલન અનિવાર્ય
મધ્યપ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં તમામ જિલ્લાઓમાં ધ્વનીના માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને શાંત વિસ્તારોનું વર્ગીકરણ કરવામાં આવે અને ધોરણોનું પાલન કરવામાં આવે. નિયમોનો અમલ કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.