મહેસાણા શહેરમાં પાંચ દિવસમાં ત્રણ વખત કારના કાચ તોડી ચોરી


  • Published By :
  • Published Date : 2023-10-06 18:29:24

મહેસાણા શહેર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ તમાશો જોઈ રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મહેસાણા શહેરમાં અનેક વાર ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે પરંતુ મહેસાણા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે

મહેસાણા શહેર બી ડિવિઝન વિસ્તારમાં પાંચ દિવસમાં ગાડીના કાચ ફોડીને પૈસા ઉઠાવી લેવાની ત્રીજી ઘટના સામે આવી પાંચ દિવસ અગાઉ પશા ભાઈ પેટ્રોલપંપ પાછળ આવેલ સોસાયટીમાં બિલ્ડર મકાન જોવા ગયા ને ગાડીના કાચ ફોડી 2 લાખથી વધુની રકમ અજાણ્યા તસ્કરો ગાડીના કાચ ફોડી ઉઠાવી ગયા હતા.જોકે તે ઘટનાની સહી પોલીસ ચોપડે હજુ સુકાઈ નથી ત્યાં એજ વિસ્તારમાં વધુ બે ગાડીઓના કાચ ફોડી રુપીયા અને જરૂરી ડોક્યુમેન્ટ ચોરી જવાની ઘટના સામે આવતા મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે


પહેલી ઘટના: LIC એજન્ટ ગાડી પાર્ક કરી બેંકમાં ગયા ને ફોડી રૂપિયા ઉઠાવી ગયા

મહેસાણા શહેરમાં કૃણાલ રેસીડેન્ટમાં રહેતા ચંદુભાઈ પ્રજાપતિ જેઓ એલ.આઈ.સી એજન્ટ તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની GJ02DM7789 નમ્બર ની ગાડી લઈ મહેસાણા હબ ટાઉન સામે આવેલ કો.ઓપરેટિવ બેંકમાં પૈસા ભરવા ગયા હતા.જ્યાં ગાડી તેઓએ વીર નગર સોસાયટી આગળ પાર્ક કરી હતી અને તેઓ બેંકમાં પૈસા જમા કરવા ગયા હતા.તેમજ અન્ય એક બેગમાં 70 હજાર રૂપિયા તેઓએ ગાડીમાં સીટ નીચે મૂકી બેંકમાં ગયા હતા

બેંકમા કામ પતાવી ને બાદમાં પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ ફુટેલો જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ પૈસા ભરેલ બેગ અજાણ્યું કોઈ ઉઠાવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના પગલે ફરિયાદીએ મહેસાણા બી ડિવિઝનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદી એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે ઘટના બન્યાના એકાદ કલાક બાદ પૈસા ચોરી જનારા અજાણ્યા ઈસમોએ મારી બેગ માંથી પૈસા લીધા બાદ રાધનપુર રોડ પર એક બાઈક પર બેગ લટકાવી તસ્કરો ભાગી ગયા હતા.જ્યાં બાઈક ચાલકે બેગ તેના બાઈક પર હોવાની જાણ ફરિયાદી ને કરતા બાદમાં અજાણ્યા ઈસમો સામે 70 હજાર રૂપિયા ચોરી જવા મામલે ફરિયાદ નોંધાઇ હતી.


બીજી ઘટના: રાધનપુર રોડ પર પાર્ક કરેલ સી.એ ની ગાડીના કાચ ફોડી પૈસા લેપટોપ ચોરી

અમદાવાદના ઇસનપુર ખાતે રહેતા જીજ્ઞેશ શર્મા પોતાના સથી મિત્ર સાથે મહેસાણા ખાતે રાધનપુર રોડ પર આવેલ ઓરબીટ બિઝનેસ હબમાં આવ્યા હતા.જ્યાં તેઓએ પોતાની GJ27EB6278 નમ્બર ની ગાડી કનૈયા રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરી તેઓ પોતાના કામે ગયા હતા.અને કામ પતાવી બાદમાં ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડ નો કાચ ફુટેલ જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ ત્રણ ભેગો જોવા મળી નહોતો

એક બેગમાં 50 હજાર કિંમત નું લેપટોપ અને બીજી બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ અને 65 હજાર રોકડા મુકેલ હતા.તેમજ ત્રીજી બેગ ગાડીમાં સાથે આવનાર ગુપ્તા અંકુર ભાઈની હતી જેમાંથી 24 હજાર રોકડા મળી કુલ 89 હજાર રોકડા અને એક લેપટોપ અજાણ્યા ઈસમો ગાડીમાં કાચ ફોડી ચોરીને અંજામ આપ્યો હતો.સમગ્ર કેસમાં તેઓએ પણ મહેસાણા બી ડિવિઝનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે મહેસાણામાં આવી ઘટનાઓ સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉથી રહ્યા છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?