ગુજરાત સહિત દેશભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે ઠંડીમાં ઠિઠુરવા લોકો મજબૂર બન્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં સતત ઠંડી વધી રહી છે. આવનાર અઠવાડિયામાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે જેને લઈ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે.
Delhi shivers as Lodhi Road records a minimum temperature of 1.6 degrees Celsius while Safdarjung records a 1.4 degrees Celsius minimum temperature today, as per the IMD.
— ANI (@ANI) January 16, 2023
(Representational image) pic.twitter.com/giOJXMWfyD
દિલ્હીમાં ઘટી રહ્યું છે તાપમાન
દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાકડા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાન 4.7 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. આવતા અઠવાડિયે આ તાપમાન હજી પણ નીચે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
હિમવર્ષાને કારણે વધી ઠંડી
મોસમ વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી પર પહોંચી શકે છે. પંજાબમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો હિમવર્ષા થઈ રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડી અનુભવ થઈ રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે.
ઉત્તરપ્રદેશમાં પણ થયો ઠંડીનો અહેસાસ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સપ્તાહમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીનું જોર વધતા અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ લોકો ઠંડીને સહન કરવા મજબૂર બન્યા છે.