દુનિયાભરમાં એક નવો જોક્સ ચાલી રહ્યો છે કે , "ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. " પંરતુ હવે વિશ્વમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં એક દેશની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ , બીજો દેશ ત્યાંની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓની વિરુદ્ધમાં કામ કરે છે . જોકે અમેરિકામાં બિઝનેસમેન સાથે આવી રીતનું લોબિંગ સામાન્ય છે પણ બાકીની દુનિયામાં આ રીતનું ઉદ્યોગગૃહો સાથેનું જોડાણ સામાન્ય નથી હોતું . મૂડીવાદની વ્યવસ્થા કે જે ખુબ મોટા મોટા બિઝનેસમેનોને અને ઉદ્યોગગૃહોને સરકાર સાથે જોડી દે છે . આ પછી તેઓ સરકાર ચલાવતા થઇ જાય છે . જેમ કે હાલમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ અમેરિકન સરકાર દ્વારા બનાવવામાં આવેલો DOGE વિભાગ , ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નટ એફીસીયંસીના વડા છે . ઘણા લોકો તેમને જોક્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ કહે છે .
આવી જ રીતે , ચીનમાં થઇ રહ્યું છે . ચાઈનાએ ૧૯૭૮માં જ્યારથી તેનું અર્થતંત્ર ખોલ્યું છે ત્યારથી ત્યાં મોટા મોટા ઉદ્યોગગૃહ અને બિઝનેસમેન ત્યાં પણ અસ્તિત્વમાં આવ્યા છે . હાલમાં ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી. જિનપિંગના ખાસ બિઝનેસમેનનું એક જૂથ છે . હવે આ બધા જ દેશોમાં જે તે દેશના વડા અને તેમની સાથે જોડાયેલા બિઝનેસમેન અને બીજા દેશના વડા અને તેમની સાથે જોડાયેલું બિઝનેસમેનનું જૂથ એકબીજાની વિરુદ્ધમાં હોય છે .જેમ કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૦૧૮માં ચીનની ટેલિકોમ કંપની હુવેઇ પર પ્રતિબંધો લગાડ્યા હતા .
વાત કરીએ ભારતની , આપણા ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપની વેપારના અર્થે આવી આ પછી તે થોડાક જ વર્ષોમાં ભારતીયોમાં રહેલા તડાનો ફાયદો લઇને સત્તામાં આવી ગઈ. વાત કરીએ આઝાદી પછીના સમયની તો ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર ખોલવામાં આવ્યું કે તરત જ સરકારમાં વ્યાપારી જૂથોનું પ્રભુત્વ પણ વધ્યું હતું . જેમ કે , યુપીએ સરકાર વખતે હિન્દુજા પરિવારે , ઇન્ડિયા - યુએસ નુક્લીયર ડીલ ૨૦૦૮ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજ યુપીએ સરકાર વખતે એક કિસ્સો તે વખતના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર ઐયરે તેમના પુસ્તક , અ મેવરિક ઈન પોલિટિક્સમાં લખ્યું છે કે , "જયારે એકવાર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તેમની મુલાકાતે આવ્યા , પરંતુ મણિશંકર ઐયર પોતે એક મિટિંગમાં વ્યસ્ત હતા તેમણે મુકેશ અંબાણીને મળવા રાહ જોવડાવી . આ પછી મુકેશ અંબાણી તેમને પછી ક્યારેય ના મળ્યા . " જોકે આ પછી મણિશંકર ઐયર પાસેથી પેટ્રોલિયમ મંત્રાલય આંચકી લેવાયું હતું . વર્તમાનની એનડીએ સરકાર પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથેના જોડાણના આરોપો પણ લાગતા રહે છે . જોકે હવે વિશ્વભરમાં સરકારો વિદેશમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા આ ખાનગી કંપનીઓનો સહારો લેતી જ રહે છે. કારણકે , ખાનગી કંપનીઓ નફા માટે કામ કરે છે તેના કારણે તેમની પાસે નિષ્ણાત શક્તિઓ વિપુલ પ્રમાણમાં હોય છે . આ કંપનીઓ મૂડી પણ મોટા પ્રમાણમાં રોકી શકે છે , કેમ કે કોઈ પણ દેશની સરકાર પાસે એટલા બધા પૈસા નથી હોતા . દાખલા તરીકે , શ્રીલંકામાં અદાણી પોર્ટ નામની કંપની કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ નામના બંદરનો વિકાસ કરી રહ્યું છે .
આવું જ અમેરિકાનું છે , પ્લેટફોર્મ એક્સ જે આખી દુનિયામાં વપરાય છે . તેના માલીક ઈલોન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્લેટફોર્મનો ઉપયોગ યુરોપમાં ઘણી સરકારો વિરુદ્ધ અભિયાન ચલાવવા કરી રહ્યા છે .