મનીષ સીસોદિયાની તિરંગા રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:39:28

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જોર શોરથી પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી શોર-જોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણા ખાતે તિરંગા યાત્રા નિકળી હતી. તે દરમિયાન તિરંગા યાત્રામાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રા કરતા મનીષ સિસોદિયા

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતના પ્રવાસે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. બસ હવે પરિવર્તનની થીમ પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા સાથે ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા છે.

 

અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન પણ લાગ્યા હતા મોદી મોદીના નારા

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.