મહીસાગરમાં વિધવા મહિલાએ પ્રેમસબંધમાં બાળકને જન્મ આપીને તરછોડી દીધું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-06 16:58:54

માં માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે... પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ના થાય તેવી કહેવત આપણે સાંભળી હશે પરંતુ કળિયુગમાં જાણે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ અને સૃષ્ટિ સમાય જાય છે માં જોડે એક બીજો શબ્દ આવે મમતા પણ હવે કળિયુગમાં અનેકે એવા કિસ્સા સામે આવે છે જેમાં માં જ ક્રૂર બને અને 9 મહિના જે બાળકને પોતાના ગર્ભમાં રાખીને એનું પોષણ કર્યું એ માં એટલી ક્રૂર થઇ જાય કે બાળકનો જન્મ થતા જ જેને રખડતું રઝળતું ફેકી દે છે અને એવો ભયાનક કિસ્સો મહીસાગરના લુણાવાડા માંથી સામે આવ્યો છે  

પોલીસને મળી આવ્યું નવજાત બાળક!

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું બાદમાં તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે  નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત વિધવા હતા અને એમને લાલા અમરા પગી નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં સમાજના ડરથી અને લોકો શું કહેશે એ ડરથી બંનેએ શિશુ ને ડી.પી ની બાજુના ડબ્બા માં મૂકી દીધું  હાલ લુણાવાડા પોલીસ દ્વારા પ્રેમી ને બાળક ની માતા ની ધરપકડ કરી  કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલિસ દ્વારા નવજાત બાળક ને બાળકો ની હોસ્પિટલમાં સારવાર કરાવતા હાલ બાળક નો જીવ બચાવી લેવામાં આવ્યો છે.. 



આ બાળકનો શું વાંક?

કેવો કળિયુગ આવ્યો છે કે એક માં પોતાના બાળક સાથે એવું કરે છે... આના પહેલા અનેક એવા કિસ્સા પણ આવ્યા છે એ સોશિયલ મીડિયાની ઘેલછામાં બાળકને માર્યું હોય એને મારી નાખ્યું હોય ફોન લેવાના ચક્કરમાં બાળક વેચી દીધું હોય અને બીજું ઘણું બધું હવે લોકોમાં મોરલ વેલ્યુઝ ખતમ થતી જાય છે સંબધો હવે પહેલા જેવા રહ્યા નથી પણ પ્રશ્ન માત્ર એટલોજ છે કે તમારી ભૂલમાં એ બાળકનો શું વાંક?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?