જન્મદિવસે PM મોદીએ માતાને યાદ કર્યા
મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે હું મારી માતા પાસે જઈ શક્યો નહીં, પણ માતાઓ-બહનોના આશીર્વાદ મળ્યા" PMએ કહ્યું કે, "શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું". તેમણે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધતા કહ્યું કે, "કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને તેમના ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું ભલે મારા માતા પાસે નથી જઈ શક્યો પણ મારા માટે ખુશીની વાત છે અહીં લાખો માતા બહનોએ મને આશીર્વાદ આપ્યા છે."
PM મોદીએ કહ્યું કે, "કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. દૂરના દેશથી મેહમાન આવ્યા છે. આ ચિત્તાના સન્માન માટે તાલિયો પાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને શુભકામના આપું છું તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની દિકરીઓ ક્યારેય કોઈનાથી પાછળ નથી રહી. મધ્ય પ્રદેશમાં જળ પરિયોજનાનો સમૂહ હાથમાં છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામીણ પરિવાર આ અભિયાન સાથે જોડાય. સ્વસહાય જૂથ અભિયાનમાં કેટલીય બહેનો જોડાઈ છે."
પ્રધાનમંત્રી મોદીએ મહિલા સશક્તિકરણ પર કર્યું નિવેદન
આગળ મહિલા સશક્તિકારણ પર કહ્યું છેલ્લા 8 વર્ષમાં સ્વસહાય જૂથને સશક્ત બનાવવા માટે અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારો ટાર્ગેટ છે કે ગ્રામિણ પરિવારમાંથી ઓછામાં ઓેછી એક બહેન આ અભિયાન સાથે જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધ્તવ વધ્યું છે. તે ક્ષેત્રમાં, તે કાર્યમાં આપની સફળતા નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું શાનદાર ઉદાહરણ છે, જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.