કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો હતો.ભારે વરસાદથી રસ્તાની હાલત બહુ ખરાબ જોવા મળી હતી.રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અનેક મુસકેલીનો સામનો કરી રહ્યા છે.એવામાં એક વ્યક્તિ ખાડાથી આટલો કંટાળ્યો કે એને ખરાબ રસ્તા પર આળોટી વિરોધ નોંધાવ્યો.
વરસાદને કારણે રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા છે. વરસાદના કારણે સર્જાઈ રહેલી સમસ્યાના કારણે લોકોમાં વહીવટીતંત્ર સામે નારાજગી છે.
સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો.
કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો. આ ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોરવા માટે નિત્યાનંદ ઓલાકુડ નામના સામાજિક કાર્યકર્તાએ રસ્તા પર રોલ કરીને રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમની સાથે હાજર લોકો ઢોલ-નગારાં વગાડીને તેમના વિરોધને સમર્થન આપી રહ્યાં છે. ઉબડખાબડ રોડ પર ફરીને તે લોકોનું ધ્યાન પાણીથી ભરેલા આ ખાડાઓ તરફ ખેંચી રહ્યો છે.
વરસાદને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘણા દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઓફિસ જવા અને બાળકોને શાળાએ મુકવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.