જામનગરમાં રાજપૂત સમાજની BJPને ચિમકી, કહ્યું Rupalaને નહિ હટાવો તો લોકસભામાં પરિણામ ભોગવવું પડશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 17:44:07

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત થતાં ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જામનગર ખાતે રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન!  

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. સામાન્ય દિવસોમાં આપવામાં આવતા નિવેદનને લઈ વિવાદ થતો હોય છે ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવા સમયમાં આપવામાં આવતા નિવેદનો વિવાદ છેડતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. નિવેદન બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી રહી છે આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.


જામનગરમાં યોજાઈ રાજપુત સમાજની બેઠક! 

ચૂંટણી પહેલા આપેલા આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી છે એ અમદાવાદ હોય કે રાજકોટ સાથે જ ક્ષત્રિય સમાજ જાહેરમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા .છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભાજપ તુજસે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં... આજ મામલે આજે જામનગરમાં રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો. 


પરષોત્તમ રૂપાલાને ટિકીટ અપાતા વિરોધ! 

અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધનો સામનો ભાજપના ઉમેદવારને કરવો પડી રહ્યો છે. અનેક ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા. ત્યારે પરુષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ રજૂ કરવામાં આવી હતી આ બેઠક બાદ.. અને સાથે જ એવી માહિતી પણ મળી હતી કે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે તેમનું કહવું છે કે ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. મહત્વનું છે કે ચૂંટણી સમયે આપવામાં આવેલા આ નિવેદનની શું અસર પડશે આવનાર લોકસભા ચૂંટણીના પરિણામ પર..?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?