જામનગરમાં મેઘરાજાના બખ્ખાં! ડેમો પાણીથી છલકાયા, પાણી ભરાતા લોકોને પડી હાલાકી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-01 13:10:26

ગુજરાતમાં 250 જેટલા તાલુકા છે જેમાંથી ગઈકાલે 200 તાલુકામાં 1 ઈંચથી લઈને 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ટૂંકમાં ગુજરાતનો કોઈ ખૂણો ભીંજાયા વગરનો નથી રહ્યો. એવામાં જામનગરની વાત કરીએ કારણ કે આ વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે કે તેના જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને રંગમતિ ડેમ છલકાવાના આરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ એટલા માટે બની છે કારણ કે શુક્રવારે જામનગરમાં 13 ઈંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે. દુખભર્યા સમાચાર એ પણ છે કે જામનગરમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રેડ અલર્ટ આપવાના કારણે ભય વાળા વિસ્તારમાંથી 35 લોકોને બચાવી લેવાયા છે અને 50થી વધુ નાગરિકોને સલામત સ્થળોએ મોકલી દેવાયા છે. ભારે વરસાદના વચ્ચે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ જામનગરના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી. 


નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂટણસમા પાણી

શુક્રવાર રાત્રે બે વાગ્યાથી લઈ આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે જામનગરના પૂર્વ ભાગના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જામનગર ફાયર વિભાગે શહેરના 12 જેટલા લોકોને સ્થળાંતરીત કર્યા હતા. જો કે દુખદ વાત એ હતી કે ગુલાબનગર વિસ્તારના વોકળામાં પાણી ભરાઈ જતા યસ પરમાર નામના 13 વર્ષના બાળકનું નિધન થયું છે. બીજી બાજુ રણજીત સાગર ડેમ સાઈટ પર અસીફ બચુભાઈ અને તેના પુત્ર નવાઝનું ડૂબી જતા મોત થઈ ગયું છે. જામનગરમાં સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.


108ની ગાડી ફસાઈ હતી અંડરપાસમાં  

કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર જતી 108 એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી ગયું હતું. દુખદ વાત એ હતી કે એમ્બ્યુલન્સમાં સગર્ભા નુરીબેન બામણિયા હતા, જામનગર ફાયર બ્રિગેટને 108 દુર્ઘટનાનો કોલ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે વાહનને નાળામાંથી કાઢ્યું હતું..


અનેક ડેમોમાં પાણીની થઈ આવક

વરસાદના કહેરની તો વાત કરી પણ મહેરની પણ વાત કરીએ તો જામનગરમાં ભારે વરસાદ પડતા પિવાના પાણીનો એક વર્ષ સુધીનો જથ્થો ભેગો થઈ ગયો છે. જામનગરનો રંગમતિ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયો હતો. આ સિવાય ફલ્લા પાસે આવેલો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. કંકાવટીના પાટીયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને અલર્ટ કર્યા હતા કે પાણી ગમે ત્યારે વિસ્તારમાં ઘૂસી શકે છે માટે ધ્યાન રાખે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...