જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં થયો નોટોનો વરસાદ! કિર્તીદાન ગઢવી ઉપરાંત રિવાબા જાડેજા પર પણ ઉડાડવામાં આવી ચલણી નોટો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-23 15:48:58

ડાયરા દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવતી હોય છે તેના વીડિયો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે જામનગર ખાતે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવી પર ડાયરા દરમિયાન ચલણી નોટો ઉડાડવામાં આવતી હોય છે. પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. રિવાબા જાડેજા ઉપરાંત હકુભા જાડેજા અને કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.   

રિવાબા જાડેજા પર ચલણી નોટો ઊડી.

કિર્તીદાન ગઢવી પર થયો રુપિયાની નોટોનો વરસાદ!

મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવે સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. લોક કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવી હતી. 

સ્ટેજ પર ચલણી નોટોનો ઢગલો.

રિવાબા જાડેજા પર ઉડાડાઈ ચલણી નોટ! 

લોક ડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો ઉપર તો નોટોનો વરસાદ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. 10 રુપિયાની નોટોથી લઈ 2 હજારની નોટોનો વરસાદ થયો હતો.       

   પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ પણ હતો.    

કીર્તિદાન ગઢવી પર અનેક વખત થતો હોય છે નોટોનો વરસાદ!

મહત્વનું છે કે કલાકારો પર તો નોટો વરસાદ થતો હોય છે પરંતુ ડાયરામાં ધારાસભ્ય પર ચલણી નોટોનો વરસાદ થતો હોય તે ખૂબ ઓછું જોવા મળતું હોય છે. કીર્તિદાન ગઢવી પર તો ડોલરોનો વરસાદ થાય છે તો કોઈ વખત સોના ચાંદીનો વરસાદ થાય છે. ત્યારે આ વખતે કિર્તીદાન ગઢવી ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પર પૈસાનો વરસાદ થયો હતો.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...