જામનગરમાં પરપ્રાંતિય યુવાને ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • Published By :
  • Published Date : 2024-01-04 23:01:43

લગ્ન જીવનમાં એક નાની શંકા પણ પતિ-પત્ની માટે કેવી જીવલેણ બને છે તે જામનગરમાં બનેલી ઘટના પરથી જાણવા મળે છે. જામનગરના કનસુમરામાં એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર અંગે શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા હડકંપ મચી ગયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે વહેમ રાખી માથામાં લાકડાના હાથાવાળા કુહાડાના ચાર ઘા ઝીંકી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સૂતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


શું છે સમગ્ર મામલો?


આ મામલે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી હાલ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમણે પત્નીની હત્યા કરી નાંખી છે. લોહીથી લથબથ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સૂતરની દોરીથી ગળાફાંસો ખાઈ લઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકપછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પત્નીના ચારિત્ર્યની શંકા બની મોતનું કારણ


આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે ફરિયાદ દાખલ કરી છે અને હથિયાર કબ્જે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી નેવાભાઈ જે પોતાની પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..