Jammu-Kashmirમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર લખ્યું 'જય શ્રી રામ', ટીચર અને પ્રિંસિપલે વિદ્યાર્થીને માર્યો માર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-28 17:28:42

શાળામાં બાળકો સાથે થતી મારપીટ અનેક વખત સમાચારો બનતા હોય છે. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં વિદ્યાર્થી સાથે મારપીટ થઈ હતી તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવા સમાચાર જમ્મુ-કાશ્મીરથી સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર જે સમાચાર સામે આવ્યા છે તે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરી સ્કૂલનો છે. શાળામાં એક વિદ્યાર્થીએ કથિત રીતે બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. આ ઘટના સામે આવતા સ્કૂલના પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.      


ઉત્તરપ્રદેશથી સામે આવ્યો હતો વિદ્યાર્થીને મારવાનો કિસ્સો 

વિદ્યાર્થીના માનસ પર શાળામાં અને ઘરમાં આપવામાં આવતા સંસ્કાર, અને ત્યાનું વાતાવરણ ખૂબ જ અસર કરતા હોય છે. ઘરમાં બાળક સૌથી વધારે સમય વિતાવતો હોય છે અને પછી શાળામાં તે સૌથી વધારે સમય રહેતો હોય છે. ત્યારે સ્કૂલમાં જો બાળક સાથે ગેરવર્તન થાય છે તો તે તેના દિમાગ પર એક ખોટી છાપ ઉભી કરે છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને લાફા મારવામાં આવ્યા હતા. તે વીડિયો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. એવી માહિતી સામે આવી હતી જે કે શાળાને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની શાળાથી એક ઘટના સામે આવી છે.


કથિત રીતે બાળકે બોર્ડ પર લખ્યું હતું જય શ્રી રામ 

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરીના એક વિદ્યાર્થીએ બોર્ડ પર કથિત રીતે જય શ્રી રામ લખ્યું હતું. જેને કારણે તેને મારવામાં આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે તે 10માં ધોરણમાં ભણે છે. એફઆઈઆર પ્રમાણે આ ઘટના 25 ઓગસ્ટની છે. તે વખતે 10માં ધોરણના વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. પીડિત છોકરાએ બોર્ડ પર જય શ્રી રામ લખ્યું. તે વખતે ક્લાસમાં શિક્ષક આવ્યા અને બોર્ડ પર લખેલા નારાને જોઈ તે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા શિક્ષક બધા વિદ્યાર્થીઓની સામે તેને ગ્રાઉન્ડ પર લઈ ગયા અને તેને મારવા લાગ્યા. તે પછી વિદ્યાર્થીને પ્રિંસિપલની ઓફિસમાં લઈ જવાયો હતો. વિદ્યાર્થીને બંનેએ રૂમમાં પૂરી રાખી તેને ફરીથી મારવા લાગ્યા. જો બાળકે ફરી આવી હરકત કરી તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. 


પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ લેવાયા આ પગલા  

બાળકને માર્યા પછી બોર્ડને પાણીથી સાફ કરાવ્યું. બાળકને એટલી બહેરમીથી મારવામાં આવ્યો હતો કે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેને દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ થયા પછી ઠેર-ઠેર પ્રદર્શન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ટીચર અને પ્રિંસિપલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પોલીસે આઈપીસીના ધારા 323 (જાણી જોઈને કોઈને હાની પહોંચાડવી), ધારા 342 (ખોટી રીતે કોઈને કેદ કરી રાખવા) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર 26 ઓગસ્ટના રોજ ટીચરની ધરપકડ કરી લેવામાં આવી છે, એવી પણ માહિતી સામે આવી છે કે પ્રિંસિપલ તેમજ ટીચરને સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા છે.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?