ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાન સહાયક વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ સરકાર તેમના અવાજને નથી સાંભળી રહી. જ્ઞાન સહાયક યોજનાને લઈ સરકાર પોતાની વાત પર મક્કમ છે. પોતાના નિર્ણયને સરકાર નહીં બદલે તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ આવી છે અને આમ આદમી પાર્ટી આવી છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત થઈ ગઈ છે અને આજે આ યાત્રાનો ચોથો દિવસ છે.
ડિબેટ શોમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર
જમાવટમાં દર અઠવાડિયાના અંતે દેવાંશી જોષી ડિબેટ શો કરતા હોય છે. કરન્ટ મુદ્દાઓ પર આ શોમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે જ્ઞાન સહાયકના વિરોધમાં નીકળેલી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોષીએ ડિબેટ કરી હતી. અલગ અલગ એંગલો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતને પ્રયોગશાળા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે સિસ્ટમની અમલીકરણ ગુજરાતમાં કરાય છે તે પદ્ધતિનો અમલ અલગ અલગ રાજ્યોમાં કરાય છે. આવી જ કંઈક વાત ગોપાલ ઈટાલિયાએ ડિબેટમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે શિક્ષણની અંદર અખતરા ન હોય. તેમણે દર્દી અને ડોક્ટરનું ઉદાહરણ પણ આપ્યું હતું.
શું લખ્યું AAPએ ટ્વિટમાં?
આમ આદમી પાર્ટી દ્વારા એક ટ્વિટ કરી છે જેમાં દેવાંશી જોષી અને ગોપાલ ઈટાલિયાની ડિબેટનો એક ટૂકડો મૂક્યો છે. ક્લીપને ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ભાજપ તેનો પ્રચાર કરતા કાર્યકર્તાઓ માટે નવા બોર્ડ બનાવી શકે તેમને પગાર પર રાખી શકે પણ જ્યારે શિક્ષકોને કાયમી કરવાનો અવાજ ઉઠે ત્યારે ભાજપ તમામ દલીલો કરે, કાયમી ન કરવાના બહાના શોધે છે.