ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામવાની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો થશે.
રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
દરેક રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. ત્યારે સુરતમાં સંબોધન કરતી વખતે નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો ભાજપને થશે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો પણ અંત આવશે. નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કહ્યું કે તેઓ કોંગ્રેસને ખતમ કરી દેશે.
રાહુલનું નામ લઈ કહ્યું કે નીતિન પટેલે કહ્યું કે...
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસને જલ્દીથી જલ્દી ભારત મુક્ત કરી દે. જેટલું બોલશે ખરાબ બોલશે. ભારત માતાના વિરૂદ્ધમાં બોલશે. રાહુલ ગાંધીને કહીશ કે ભારત જોડો યાત્રા પૂર્ણ ના કરતા અને ગુજરાતમાં આવજો. ગુજરાતમાં જે થોટું કોંગ્રેસ બચ્યું છે તે પણ સાફ થઈ જશે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કીધું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ.