હિમાચલ પ્રદેશમાં કુદરતે ખોલી માનવીની પોલ! પૂર પછી બ્રિજ પર જોવા મળ્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-12 13:50:26

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો મતલબ થાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. ઘણા સમયથી સ્વચ્છ ભારતની વાતો પણ કરવામાં આવે છે. આજે સ્વચ્છતાની વાત એટલા માટે કરવી છે કારણ કે હિમાચલ પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાય છે. પુલ પર જે કચરો દેખાય છે તે કચરો સીધો નથી નાખવામાં આવ્યો પરંતુ આ એ કચરો છે જે આપણે નદીઓમાં નાખી દેતા હોઈએ છીએ. એવું માનીને કે નદીમાં પડેલો કચરો કોને દેખાવાનો છે. પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે વાસ્તવિક્તા સામે આવતી હોય છે. 


અનેક લોકો નદીમાં નાખતા હોય છે કચરો   

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર મેઘકહેરમાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. એક સાથે એટલો બધો વરસાદ વરસયો કે જે વરસાદ લાંબા સમય સુધી વરસવો જોઈએ. અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક મકાનો ધોવાઈ ગયા, અનેક લોકોના મોત થઈ ગયા. પરંતુ આ વરસાદે માનવી દ્વારા કરવામાં આવતા કામોની પોલ ખોલી દીધી છે. તમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર અંગે વાત કરવાની હશે.પરંતુ ના, વાત કરવી છે માનવો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટની. મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ડસ્ટબીન રાખવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકો એવા હોય છે જે રસ્તા પર કચરો નાખી દેતા હોય છે. અનેક તો એવા લોકો હોય છે જે નદીને પણ દુષિત કરે છે. નદીને હિંદુ સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક લોકો નદીમાં જ કચરો નાખી તેને દુષિત કરે છે.


પુલ પર જોવા મળ્યો કચરાનો ઢગલો 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ધીમે ધીમે અનેક જગ્યાઓ પરથી પાણી ઓસરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા સામે આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાઈ રહ્યો છે. લોકો દ્વારા નદીમાં નખાતો કચરો પુલ પર આવી ગયો છે. ત્યારે કુદરતે જાણે પલટવાર કર્યો હોય તેવું લાગે છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરાના ઢગલામાં દેખાઈ હતી. એવું પણ કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાળ આપે છે અને જ્યારે પાછું લે છે ત્યારે આપણી પાસે કઈ રહેવા પણ નથી દેતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.