આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.
જિંદમાં યોજી જનસભા
કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે. તે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં લગભગ 1.25 લાખ લોકો આપના પધાધિકારી બન્યા છે. આવું એટલા માટે થયું કારણ કે લોકો રાજ્યની પાછલી તમામ પાર્ટીઓની સરકારોથી પરેશાન છે.India Alliance बना है,
— AAP Haryana (@AAPHaryana) January 28, 2024
हम सहमति बनने पर साथ में लोकसभा चुनाव लड़ेंगे।
AAP हरियाणा में विधानसभा की 90 Seats पर अकेले चुनाव लड़ेगी।
जब अक्टूबर में विधानसभा चुनाव हो तो झाड़ू का बटन दबाकर AAP की सरकार बना देना है।
- दिल्ली मुख्यमंत्री @ArvindKejriwal जी#JindBadlaavJansabha pic.twitter.com/fuFoSfF24T
હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ કરી હતી જાહેરાત
અરવિંદ કેજરીવાલનું આ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદનનાં થોડા દિવસ બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે AAP સાથે ગઠબંધનના ઈચ્છુક નથી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે. જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કો ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે.
કેવું રહ્યું છે AAPનું પર્ફોરમન્સ?
ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવારોને NOTA (0.53%)થી પણ ઓછા મતો મળ્યા હતા. મોટાભાગના ઉમેદવારો એક હજાર મતોનો આંકડો પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમની જમાનત જપ્ત થઈ ગઈ હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી (JJP)ની સાથે ગઠબંધન કર્યું અને ત્રણ સીટો અંબાલા, કરનાલ અને ફરિદાબાદથી 2 ટકાથી ઓછા મત મેળવનારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 46 સીટો પર ચૂંટણી લડી હતી પરંતું 0.48% વોટ શેર સાથે તેને કોઈ સીટ મળી નહોંતી.