Gujaratમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાનસહાયકોની ભરતી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 16:38:21

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે અને કરાર આધારીત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.  અનેક વખત આ માટે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ખાલી પડેલી સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



એક તરફ ઉમેદવારોનો વિરોધ બીજી તરફ સરકારે કરી જાહેરાત

અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે અંગે અનેક સમાચારો સામે આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરશે તેવી માહિતી સામે આવી છે. 



પ્રાથમિક શાળાઓ માટે કરાઈ છે જ્ઞાન સહાયકોની ભરતી!

મહત્વનું છે કે આની પહેલા પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ ગુજરાત સરકારે મંગાવી છે. 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. 11 મહિનાના કરાર આધાર પર આ ભરતી કરવામાં આવશે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...