રાહુલ ગાંધી આજે ગુજરાત આવ્યા હતા.. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખી આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય આજે અનેક વર્ષો બાદ ધમધમ્યું હોય તેવું લાગ્યું. મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન એકત્રિત થયા હતા.. અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.. ના માત્ર કાર્યકર્તાઓએ પરંતુ ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવાર પણ ત્યાં આવ્યા હતા..
અનેક મુદ્દાઓને વિપક્ષ ઉઠાવી રહ્યો છે
ગુજરાતમાં વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે.. અનેક મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે.. રાહુલ ગાંધી અનેક વર્ષો બાદ ગુજરાતમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય પર ગયા હતા. આજે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સંબોધન કરતા તેમણે કહ્યું કે અમારી ઓફિસ તોડી એમ અમે તેમની સરકાર તોડીશું. જીગ્નેશ મેવાણી પણ આક્રામક દેખાયા હતા.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
તે સિવાય તેમણે કહ્યું કે આ અભય મુદ્રા છે. આનો મતલબ છે ડરો નહીં, ડરાવ નહીં. તેમણે તમારી ઓફીસ, તમારા કાર્યકરો પર આક્રમણ કર્યું છે. હવે તમારે ડરવાનું નથી, ડરાવવાનું નથી. તેમણે અમારી ઓફિસને તોડીને અમને ચેલેન્જ આપી છે. ચેલેન્જ શું છે? ગુજરાતની ચૂંટણીમાં આપણે બધા મળીને તેમને હરાવવા જઇ રહ્યા છે. જે કહ્યું તે લખીને લઇ લો. કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતની ચૂંટણીમાં લડશે અને નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાતમાં આયોધ્યાની જેમ હરાવવા જઇ રહ્યા છે. ચૂંટણી પહેલા તમને વિચારી શકતા હતા કે અયોધ્યામાં ભાજપ ચૂંટણી હારશે? હજુ તમને કહુ છુ કે તેઓ અયોધ્યામાં હાર્યા તેમજ અહીં હારવા જઇ રહ્યા છે. તમારે ડરવાનું નથી. તમે ડર્યા વગર ભાજપથી લડી ગયા તો ભાજપ સામે નહીં ઊભી રહી શકે.