ગુજરાત પોલીસ એક્શનમાં, 25 હજાર લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-17 13:52:56

ગુજરાતમાં ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ગુજરાતમાં આચારસહિતા લાગી ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને લઈને ગુજરાત પોલીસે ચુંટણી પહેલા જ 25થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. અને સૌથી વધુ અમદાવાદ અને સુરતથી લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી જે ધરપકડ કરી છે તે ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે

 

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાત પોલીસ વધુ તત્પરતા સાથે કામગીરીમાં લાગી ગઈ હતી. ચુંટણી ન થાય ત્યાં સુધી અને મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તેને ધ્યાને લઈને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુરતમાંથી 12965 આરોપીની ધરપકડ કરી છે. અને અમદાવાદમાં 12315 લોકોની અને વડોદરામાં 1600 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?