Gujaratમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની બની ઘટના! Gandhinagarના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ રીતે નિપજ્યાં મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 11:10:42

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ મળે છે તે આપણે જાણીએ છીએ. દારૂ ક્યાં મળે છે તે પોલીસને પણ ખબર હોય છે પરંતુ પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે તે આપણે જાણીએ છીએ. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે થોડા સમય પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થવાની આશંકા સેવાઈ રહી છે. દેહગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે તેવી આશંકા છે કારણ કે ગઈકાલે તેમણે દેશી દારૂ પીધો છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બેથી ત્રણ લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે.       


બે વ્યક્તિના શંકાસ્પદ રીતે થયા મોત 

ગુજરાતમાં દારૂ આસાનીથી મળે તે વાત આપણે જાણીએ છીએ. કોઈ દેશી દારૂ પીવે છે અને કોઈ વિદેશી દારૂ પીવે છે. થોડા સમય પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના ગાંધીનગરમાં બની છે તેવી આશંકા સેવાઈ રહી છે. દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. લઠ્ઠાકાંડ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે લોકોના મોત થયા છે તેમનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદસિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. 108ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તે બાદ આખી ઘટના સામે આવી શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?