Gujaratમાં ઠેર-ઠેર ડુંગળી પકવતા ખેડૂતો કરી રહ્યા છે વિરોધ, ક્યાંક ડુંગળીનું બેસણું રખાયું તો ક્યાંક નિકાળવામાં આવી અંતિમ યાત્રા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 15:03:10

નાના બાળકોને આપણે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણી થાળીમાં જે અનાજ આવે છે તેની પાછળ ખેડૂતોની મહેનત અને તેમનો પરસેવો હોય છે. જ્યારે અન્નનો બગાડ થાય છે ત્યારે આપણે એ ખેડૂતોની મહેનતને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એ જ ખેડૂતો રસ્તા પર ઉતરી આવે ત્યારે? ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ભાવનગરથી ગઈકાલે દ્રશ્યો સામે  આવ્યા હતા જેમાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે ડુંગળીનું બેસણું રાખ્યું છે.

ક્યાંક રસ્તા પર ડુંગળી ફેંકી તો ક્યાંક હાર પહેરી નોંધાવ્યો વિરોધ 

સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો આ નિર્યણનો વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જગતના તાતે વિરોધ દર્શાવ્યો છે. કોઈ વખત રસ્તા પર ખેડૂતો ડુંગળી ફેંકે છે તો કોઈ વખત ગળામાં ડુંગળીનો હાર પહેરી પોતાનો વિરોધ નોંધાવે છે. ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. નિકાસ બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તે ઉપરાંત ભાવનગરથી બીજો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડૂતો ડાખલા વગાડી વિરોધ કરતા હતા.   

ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં જમવાનું પહોંચે છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોના આર્થિક સ્થિતિ અંગેની વાત આવે છે ત્યારે તેમની સ્થિતિ કફોડી બનતી દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો પર મુસીબત આવી પડી છે કારણ કે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.


ખેડૂતોએ કાઢી ડુંગળીની અંતિમ યાત્રા 

ડુંગળી પકવતા ખેડૂતો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરી રહ્યા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડુંગળીને રસ્તા પર ખેડૂતો ફેંકી રહ્યા છે. નિકાસબંધીનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેવી માગ કરી રહ્યા છે કે સરકાર આ નિર્ણયને પરત લે. ભાવનગરમાં સિહોર તાલુકામાં પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે ઘોઘા તાલુકામાં પણ ખેડૂતોએ ડુંગળીને લઈ વિરોધ કર્યો. ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. અંતિમ યાત્રા તો કાઢી પરંતુ સાથે સાથે સરકાર પર આરોપ પણ લગાવ્યા કે સરકારે ડુંગળીનો પાક બગાડી નાખ્યો. ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ક્યાંકથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ખેડૂતોઓએ ડુંગળીનું બેસણું રાખ્યું હતું.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?