જુનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફુટ્યું હતું. પેપર ફૂટતા લાખો ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ મામલે એટીએસએ મોટી કાર્યવાહી કરી છે. એટીએસએ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ 13 લોકો વિરૂદ્ધ પેપર લીક મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એટીએસ દ્વારા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસ કરી રહી છે તપાસ!
ગુજરાતમાં પેપર ફૂંટવું જાણે સામાન્ય થઈ રહ્યું છે. ઘણા સમયથી પેપર ફૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય જુનિયર ક્લાર્કનું પેપર ફૂંટ્યું હતું. તેના થોડા સમય બાદ ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ પેપરને રદ્દ કરવામાં આવ્યું હતું. પેપર રદ્દ થતા લાખો ઉમેદવારોના સપના પર પાણી વળી ગયું હતું. 9.53 લાખથી વધુ ઉમેદવારોમાં પરીક્ષા કેન્સલ થવાને કારણે રોષે ભરાયા હતા. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત એટીએસ દ્વારા વધુ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે 30 જેટલા ઉમેદવારોને તો પહેલેથી જ પેપર મળી ગયું હતું.
9 એપ્રિલે યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા
મહત્વનું છે પેપર લીક થવાને કારણે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી હતી. ત્યારે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાંથી પેપર લીક થયું છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વખતે યોજાનારી પરીક્ષા રદ્દ ન થાય તેવી આશા ઉમેદવારો રાખીને બેઠા છે. તંત્ર આ વખતની પરીક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે આ મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ત્યારે આ